ભરૂચ: રેલ્વે સ્ટેશન સર્કલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ધરપકડ,મોપેડ પર કરાતી હતી દારૂની હેરાફેરી

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના PSI એ.વી.શિયાળીયાની ટીમને બાતમી મળી હતી કે મારવાડી ટેકરો ભરૂચ ખાતે રહેતો અજી દિવાન અને તેનો માણસ મુનાફ સૈયદ રેલ્વે સ્ટેશનમાંથી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના છે

New Update
aaa

રેલ્વે સ્ટેશન સર્કલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ધરપકડ

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના PSI એ.વી.શિયાળીયાની ટીમને બાતમી મળી હતી કે મારવાડી ટેકરો ભરૂચ ખાતે રહેતો અજી દિવાન અને તેનો માણસ મુનાફ સૈયદ રેલ્વે સ્ટેશનમાંથી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના છે જે આધારે  બાતમીવાળી જગ્યા સ્ટેશન સર્કલ  ખાતે બે મોપેડ પર આગળના ભાગે  થેલા મુકી બહાર નિકળતા હતા દરમ્યાન એક ઇસમ રોકતા બીજી મોપેડ પર બેસેલ ઇસમ રોડ પર જ પોતાની મોપેડ મુકી ભાગી ગયો હતો. જ્યારે એક મોપેડ ચાલક આરિફ એહમદહુશેન ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસે રૂ. 34,400ની કિંમતનો દારૂ,2 મોપેડ અને મોબાઈલ ફોન મળી રૂ.1.17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories