ભરૂચ: બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાય

ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે  રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી....

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજન

  • રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી

  • બહેનોએ ભાઈઓને રાખડી બાંધી

  • વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાય

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં 700થી વધુ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. 
ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે  રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી જેમાં 700થી વધુ ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા.બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્ત માટેની ભેટ લીધી હતી.આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી સહિત સંસ્થાના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories