ભરૂચ: હાંસોટ આવેલા પાકિસ્તાની મહિલાને પરત મોકલાતા તેમના ભાઈનું નિવેદન, "કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ"

ભરૂચના હાસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઇદા બીવીને પરત મોકલવામાં આવી હતી. 10 વર્ષ બાદ તેઓ શોર્ટટર્મ વિઝા મળતા તેમના પિયરમાં આવ્યા હતા...

New Update
  • આતંકી હુમલા બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • પાકિસ્તાની નાગરિકોને પરત મોકલાયા

  • હાંસોટમાં આવેલ પાકિસ્તાની મહિલાને પરત મોકલાઈ

  • મહિલાના ભાઈનું નિવેદન

  • કરે કોણ અને ભરે કોણ જેવી સ્થિતિ

જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચના હાંસોટ ખાતે આવેલી 71 વર્ષીય પાકિસ્તાની મહિલાને પણ પરત મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં હાંસોટમાં રહેતા તેમના ભાઈનું નિવેદન સામે આવ્યું છે

જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપ્યા બાદ ભરૂચના હાસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઇદા બીવીને પરત મોકલવામાં આવી હતી. 10 વર્ષ બાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા.સઈદા ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી.

શોર્ટટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા જેને આતંકી હુમલાબાદ પ્રવાસ ટુકાવી પરત જવું પડ્યું હતું ત્યારે સઇદાને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલ બરફવાળાનું નિવેદન સામે આવ્યું છે કમલ બરફવાળાએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટનું નિર્માણ થયું છે આતંકીઓએ કરેલા હીચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહીદા તારીખ 14મી એપ્રિલના રોજ હાંસોટ આવ્યા હતા જોકે 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલાબાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ્દ અંગેનો નિર્ણય લીધો હતો જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરીનો સંપર્ક કરી તારીખ 23મી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. હાલ તેઓ પાકિસ્તાન પહોંચી ગયા છે. સરકારે જે નિર્ણય લીધો છે તેનુંઅને દેશના કાયદાનું તેઓ પાલન કરે છે. આ તરફ તેઓએ હિચકારી કૃત્ય બદલ ભારત સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે.

Latest Stories