New Update
/connect-gujarat/media/media_files/2025/07/15/stolen-rickshaw-2025-07-15-16-05-32.jpg)
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકમાં ગઈ તા.૧૪/૦૭/૨૦૨૫ ના ફરીયાદી ભરતભાઇ ભગુભાઇ ઓડ રહે. કસક નવજીવન સ્કુલની પાછળ નવી નગરીની રિક્ષા ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે તપાસ શરૂ કરાતા પોલીસને માહિતી મળી હતી કે રીક્ષા ચોરીમાં સંડોવાયેલ એક ઇસમ ચોરીમાં ગયેલ રીક્ષા નં.GJ-16-Y-6844 ની લઇને ભોલાવ ગામમાંથી નીકળી ભૃગુઋષિ બ્રિજ પાસેથી પસાર થનાર છે જે આધારે વોચમાં રહી રીક્ષા આવતા તેને પકડી લઇ તેને ચોરી બાબતે પુછપરછ કરતા ચાલકે રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.આ મામલામાં પોલીસે વિજયભાઈ રઘુભાઈ વાઘેલા (દેવીપુજક) રહે. નવજીવન સ્કુલની પાછળ ઝૂપડપટ્ટી તા.જી.ભરૂચની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.