ભરૂચ: જુના તવરા ગામે મકાનમાં ત્રાટકી ચોરી કરનાર 4 આરોપીઓની સી ડિવિઝન પોલીસે કરી ધરપકડ, રૂ.3.86 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો

ભરૂચના જુના તવરા ખાતે સત્યનારાયણ મંદિરની બાજુમાં ઘરમાંથી સોનાનાં દાગીનાની ચોરી કરનાર આરોપીઓની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી

New Update
Screenshot_2025-02-19-07-46-49-60_439a3fec0400f8974d35eed09a31f914
ભરૂચના જુના તવરા ખાતે સત્યનારાયણ મંદિરની બાજુમાં ઘરમાંથી સોનાનાં દાગીનાની ચોરી કરનાર આરોપીઓની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
ભરૂચ શહેર -સી- ડીવીઝન પોલીસ મથકની હડમાં આવેલ જુના તવરા ગામે રહેતા ફરિયાદી રશ્મિકા ગોહિલના મકાનમાં ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ તસ્કરોએ ત્રાટકી 30 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમ બાઈક નંબર  GJ-16-BD-5863  લઇને તવરા ગામથી ભરૂચ ઝાડેશ્વર ચોકડી તરફ આવે છે જેના આધારે વોચમાં રહી બાઈક આવતા બાઈક ચાલકને રોકી તેની પૂછપરછ કરતા તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.દાગીના તેણે આંબીયા નામના ઇસમને વેચાણ કરવા  આપેલાનું જણાવતા પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.પોલીસે રૂ.3.86 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

આ મામલામાં પોલીસે ચીંતન ગોહીલ રહે જુના તવરા, આંબીયાઅલી અબ્દુલરસીદ શેખ રહે. આલી ડીગીવાડ,સંજય સોની રહે. રાજ લક્ષ્મી બંગ્લોઝ ભરૂચ અને સુમિત  ચોક્સી  રહે. કૃપા સોસાયટી ભરૂચની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories