New Update
/connect-gujarat/media/media_files/2025/05/21/yw4GuWGOvMTa9L1hycuE.jpg)
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ ભરૂચ જિલ્લાએ જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ દર્શાવ્યું છે.
જ્યાં SSJA 2.0ના અમલીકરણમાં ભરૂચ જિલ્લો પણ રાજ્યમાં મોખરેનું સ્થાન લઈ કામગીરી કરી રહ્યો ચેમ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન ૨.૦ - ૨૦૨૫" જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ થયેલા આયોજનના કામોનું “સુજલામ સુફલામ જળ અભિયાન અને કેચ ઘ રેઈન યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જીલ્લાના અલગ અલગ વિભાગના વર્ષ ૨૦૨૫ માટે ૬૮૫ જેટલા કામોનો નિર્ધારિત લક્ષ્યાંકોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ૩૪૬ કામો પ્રગતિમાં છે અને ૨૩૨ કામો પૂર્ણ થયા છે.
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ, વિવિધ શ્રેણીઓમાં કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં તળાવોને ઊંડા કરવાની પ્રવૃત્તિ સૌથી વધુ સક્રિય રહી છે. ચેક ડૅમ ડીસિલ્ટિંગના પ્રોજેક્ટો, ચેક ડૅમ સમારકામ માટે નહેર સંરચનાની સફાઈ, તળાવ, જળાશય, ચેકડેમના કામો, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની જાળવણી અને વરસાદી પાણીનો સંગ્રહ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો પણ આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.