આદિવાસી વિસ્તારમાં ગેરકાયદેસર લિઝ-ક્વોરી મુદ્દે ચૈતર વસાવાનું આંદોલન

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ તેમના સમર્થકો સાથે ભરૂચ કલેકટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
bhr chaitar.jpeg

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી વિસ્તારના વિવિધ પ્રશ્નો તેમજ સ્થાનક યુવાનોને રોજગારી સહિતના મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ તેમના સમર્થકો સાથે ભરૂચ કલેકટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં 73 ડબલ એની જમીન પર ગેરકાયદેસર રીતે સ્ટોન કવોરી, ક્રશર અને રેતીની લિઝ ચાલે છે જેના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તો સાથે જ સ્થાનિકોએ પણ હાલાકી વેઠવી પડે છે. ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે  સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકો જ લોકો લીઝ ધરાવે છે, મનસુખ વસાવા બોલે છે અલગ અને કંઈક અલગ કરે છે.આ તરફ ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિકોને 80% રોજગારી આપવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચાર કરવામાં આવી છે

Latest Stories