New Update
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ખેતીવાડી તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા સરકારના આ ખાસ મુહિમમાં સકારાત્મક અભિગમ સાથે સહભાગી થઈને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે.
આ અભિયાન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેકટની ટીમનાં સહયોગ અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિભાગ અને NMSA દ્વારા PKVY યોજના અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા સ્થિત શાબાસ સંસ્થા દ્વારા નર્મદા, સુરત, તાપી, ભરૂચ જિલ્લાના સંખ્યાબંધ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યશાળા યોજાઈ હતી.
આ કાર્યશાળામાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયમો બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન અને રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ભ્રમાસ્ત્ર જેવી દવા ઘરે બનાવી શકાય તે વિશે વિસ્તૃત જાણકારી અને તાલીમ અપાઈ હતી.
Latest Stories