ભરૂચ:ચાવજ પ્રાથમિકશાળા નાના ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ભરૂચ તાલુકાના ચાવજ ગામ સ્થિત પ્રાથમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

brc school .JPG
New Update

ભરૂચ તાલુકાના ચાવજ ગામ સ્થિત પ્રાથમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં આજથી બાળકોનો શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. વર્ષે ગુજરાતમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવ યોજાય રહ્યો છે. જેમાં સમગ્ર રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થનાર છે. ગુજરાતના ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતીત્યારે ભરૂચ જિલ્લામાં પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024-25નો શુભારંભ થયો છે.

ભરૂચ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 313 રૂટ પર આવેલી કુલ 912 પ્રાથમિક શાળાઓ અને 161 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉજવવામાં આવનાર છેત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાય હતી. જેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ પ્રવેશોત્સવ વખતે પ્રથમ હપ્તો મળે તેવુ આયોજનમુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાયસરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડીબાલવાટિકાધો-1ધો-9 અને ધો-11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આપવામાં આવ્યો હતો.

 

#નાના ભૂલકા #પ્રાથમિક શાળા #ચાવજ #ભરૂચ #શાળા પ્રવેશોત્સવ
Here are a few more articles:
Read the Next Article