ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે સદગુરુ કબીર મંદિર મુકામે દાદા ગુરુદેવ સતલોકવાસી મહંત 108 કમળદાસ સાહેબની 63ની પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુગાદીના બિરાજમાન મહંત 108 શ્રી ભાવદાસજી સાહેબ ગુરુ શ્રી ચતુર દાસજી સાહેબ ( પ્રમુખ-ભાસ્કર એસ. વસાવા, નેત્રંગ તાલુકા, તલાટી મંડળ પ્રમુખ) તથા ગુરુગાદીના તમામ શિષ્ય પરિવાર થકી આનંદ આરતી ભોજન ભંડારા તથા ભજન સતસંગના સદકાર્ય મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે વડોદરા સદગુરુ કબીર સમાધિ મંદિરના ગાદીપતિ મહંત 108 પ્રિતમનદાસ સાહેબ, ગુરુ શ્રીમુક્ત જીવનદાસ સાહેબના કરકમલો દ્વારા તથા પધારેલ સાધુ-સંતોના સાનિધ્યમાં આનંદ ઉલ્લાસથી ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર સદકાર્યમાં હિન્દુ ધર્મ સેના સંરક્ષક દેવુભા કાઠી, હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રમુખ સુધીર અટોરીયા, ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન કારોબારી અધ્યક્ષ ગૌતમ વસાવા, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન તથા સામાજિક આગેવાન ચંદન વસાવા, અજય વસાવા, યોગેશ વસાવા, ધીરુ વસાવા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.