ભરૂચ:ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 25 અને 26 જાન્યુઆરી સુધી ભરૂચના બમ્બાખાના વિસ્તારમાં આવેલ આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાતની 15થી વધુ ટીમો આવી

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી દ્વારા આયોજન

  • રૂડી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું

  • રાજ્યના વિવિધ જિલ્લાની ટીમે લીધો ભાગ

  • બે દિવસ ટૂર્નામેન્ટનું આયોજન

ભરૂચમાં આઈ ટી મિશન ટ્રસ્ટના નેજા હેઠળ ધી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 25 અને 26 જાન્યુઆરી સુધી ભરૂચના બમ્બાખાના વિસ્તારમાં આવેલ આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાતની 15થી વધુ ટીમો આવી છે.
ગુજરાતના જુદા જુદા શહેર જેવા કે અમદાવાદ,આણંદ, રાજકોટ, દાહોદ,સુરતમાંથી ફૂટબોલના ખેલાડીઓ બે દિવસ પોતાનું કૌશલ દર્શાવશે. આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાઈટ રેવ વિનોદકુમાર માલવ્યા, ઉપપ્રમુખ જોનસન ઠક્કર, સેક્રેટરી વોલેસ ક્રિશ્ચન તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રત્યેક રમતવીરને મેડલ એનાયત કરવામાં આવનાર છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.