ભરૂચ: શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક યોજાય, આગામી કાર્યક્રમો અંગે કરાય ચર્ચા

કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી..

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • કોંગ્રેસ દ્વારા આયોજન કરાયુ

  • શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાય

  • કારોબારી સમિતિની બેઠક યોજાઇ

ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,નગરપાલિકામાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ,ઈકબાલ કલકલ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
Latest Stories