New Update
/connect-gujarat/media/media_files/2025/10/12/polio-vaccine-2025-10-12-11-30-11.jpg)
ભરૂચ જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો નિવારણ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડૉ. વિધિ પટેલ અને ડૉ. કુણાલ ચાંપાનેરિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે નાના બાળકોને પોલિયોના જીવદાયા ટીપા પીવડાવીને દેશને પોલિયો મુક્ત બનાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય સહભાગી બન્યા હતા. આ અવસર પર આરોગ્ય કર્મચારીઓ અને માતા-પિતાઓએ પણ ભાગ લઈ બાળકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Latest Stories