ભરૂચ: ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ, પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની કરી અટકાયત

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના  પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે.

New Update

સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ કોમી તંગદિલી ફેલાઈ હતી.કુકરવાડા વિસ્તારમાં ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામ સામે આવી જતા વાતાવરણ ગરમાયું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના  પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ-એ- મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાનાં ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ ટોળાં વચ્ચે મારામારીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, LCB, એસઓજી,બી ડિવિઝન, તાલુકા પોલીસના પીઆઈ, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.આ બનાવમાં 2 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલોસે રાત્રીના સમયે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની અટકાયત કરી છે અને રાયોટીંગ તેમજ મારામારી સહિતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં  પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે
Read the Next Article

ભરૂચ: જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર, ખાતરની અછતના પગલે ભૂમિપુત્રોને મુશ્કેલી

ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે..

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર

  • ખાતરના અપૂરતા જથ્થાના કારણે મુશ્કેલી

  • ધારાસભ્યની રજુઆત બાદ ખાતરનો થોડો જથ્થો આવ્યો

  • પ્રશ્નના નિરાકરણની ખેડૂતોની માંગ

ભરૂચનો જંબુસર તાલુકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. જંબુસરના 80થી વધુ ગામોના ખેડૂતો ખેતીમાં કપાસ તુવેર તેમજ દિવેલાનું વાવેતર કરે છે. હાલમાં ખેતીલાયક વરસાદ થતાં કપાસના છોડને યુરિયા ખાતરની જરૂર પડે છે. તેનો વિકાસ જલ્દી થાય તે માટે પરંતુ ઘણા સમયથી જરૂરિયાત કરતા ઓછું ખાતર આવવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે અને પાકને નુકસાન થાય છે ત્યારે ખેડૂતોએ ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી દીધી હતી.
છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ સર્જાતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ખાતરનો કેટલોક  જથ્થો આવ્યો હતો જેનું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ તરફ જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હતો. હાલ એક એક ખેડૂત દીઠ 5 ગુણનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.