New Update
ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રધ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે.
ભરૂચ,અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રવિવાર અમાસથી દસ દિવસનુ આતિથ્ય માણવા દશામાની સવારી આવી પહોંચતા ભકિતસભર માહોલ ફેલાયો છે.વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરાઇ હતી. દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે.દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની આગતા સ્વાગતામાં લીન રહેશે. ભક્તોના દુખડા હર્તા માર્ગ દશામાંના વ્રતનો પ્રારંભ તથા દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં માઈ ભક્તો ભક્તિમાં બનશે.
Latest Stories