New Update
/connect-gujarat/media/media_files/2025/03/24/xIJzBFpmwy14BofHydef.jpg)
ભરૂચ પોલીસ એક તરફ લુખ્ખા તત્વો સામે કડક હાથે કામ લઇ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું.
સી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી
વાત એમ છે કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં બે દિવસથી એક ગાય બેસી રહી હતી. ડી સટાફના એએસઆઈ શૈલેષ નાઈ અને અજય ભરવાડની નજર આ ગાય પર પડતા વેટેનરી ડોક્ટરને મદદે બોલાવાયા હતા. ગાય બીમાર હોવાનું સામે આવતા પોલીસ ઇન્સ્પેકટર વી આર ભરવાડ જીવદયા પ્રેમી આશિષ શર્માની મદદથી પોલીસ કર્મીઓએ સતત 24 કલાક આ બીમાર ગાયની દેખરેખ સાથે તેને સમયસર દવા અને ખોરાક મળે તેનું ધ્યાન આપતા એક સમયે મરણ પથારીએ પડેલી ગાય ફરી બેઠી નહિ પરંતુ ચાલતી ફરતી થઇ ગઈ હતી. પોલીસકર્મીઓની આ કામગીરીને સ્થાનિકો અને જવળયાપ્રેમીઓએ બિરદાવી હતી. એક તરફ પોલીસ કડકાઈના કારણે લોકોના અણગમાનો ભોગ બનતી હોય છે ત્યારે જીવદયાની આ પહેલ એ અબોલ પશુનો જીવ બચાવતા ખાખીની વાહવાહી પણ થઇ રહી છે.
Latest Stories