New Update
-
ભરૂચના GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન
-
જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજન
-
ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાય
-
મનોદિવ્યાંગ બાળકો માટે સ્પર્ધાનું આયોજન
-
300 બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ
ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા રમશે ગુજરાત,જીતશે ગુજરાત હેઠળ ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં જીલ્લાની કલરવ,અસ્મિતા વિકાસ કેન્દ્ર,આતાપી સહીત ૬ સંસ્થાના ૩૦૦થી વધુ બાળકોએ સોફ્ટબોલ,ચેસ સહિતની રમતોમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધા તારીખ-૭મી ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં અલગ અલગ રમતો રમાડવામાં આવશે.
આ સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં વિજેત સ્પર્ધકો રાજ્યકક્ષાએ રમાનાર સ્પર્ધામાં ભાગ લેશે.આ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ કલરવ સ્કૂલના સંચાલક નીલાબેન મોદી સહીત વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories