New Update
ભરૂચ વાલિયા-નેત્રંગ પંથકમાં માર્ગોનું નિર્માણ
માર્ગોના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બની રહ્યા છે રસ્તા
ભ્રષ્ટાચાર ન અટકે તો આંદોલનની ચમકી
સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બની રહેલા રસ્તાઓમાં મોટાપાયે ભ્રસ્ટાચાર થઇ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ભરૂચ જિલ્લાના ટ્રાયબલ બેલ્ટ પર આવેલ વાલિયા - ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.
જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઇ રહેલા રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઇ રહ્યા છે. કોંગી અગ્રણી શેરખાન પઠાણે જણાવ્યું હતું કે વાલિયા તાલુકાના ભમાડીયા નજીક રસ્તામાં મેટલીંગ વગર રસ્તો બનાવી દેવાયો છે.આ ઉપરાંત સ્લેપડ્રેનના કામમાં પણ ખાયકી થઇ હોવાના આરોપ મુકાયા છે.
ટ્રાયબલ બેલ્ટના અંતરિયાળ રસ્તાઓના કામમાં ભ્રસ્ટાચાર ન અટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે બીજી તરફ આ આક્ષેપો સામે હજુ જિલ્લા પંચાયતના સાશકો તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી..
Latest Stories