New Update
/connect-gujarat/media/media_files/2025/10/01/bharuch-congress-2025-10-01-16-33-31.jpg)
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તારીખ ૩ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ‘વોટ ચોર – ગાદી છોડ’ દરેક તાલુકા અને શહેર મથકે સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસનાં કાર્યાલય પર પોલિટીકલ એફર્સ કમિટીના આગેવોનોની મહત્વની બેઠક મળી હતી. જેમાં આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ‘વોટ ચોર-ગાદી છોડ’ના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા,પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી હિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Latest Stories