New Update
ભરૂચ કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન
નન્નુમીયા નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
ધારાધોરણ મુજબ કામગીરી ન થઈ હોવાના આક્ષેપ
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના નન્નુમીયાનાળા નજીક બની રહેલી પ્રોટેકશનવોલની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદના માર્ગદર્શન હેઠળ નનુમિયાના નાળા પર બની રહેલા પ્રોટેકશન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસ દ્વારા નાળાનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રોચાર સાથે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે.મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નનુમિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધુ વધી રહ્યો છે. પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તે ધારાધોરણ મુજબ ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાઇસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેકશન વોલના કામની માંગ ઉઠાવી છે.
Latest Stories