New Update
/connect-gujarat/media/media_files/2025/02/17/f1MhHHvcHnSU59ozbHDD.jpeg)
ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણી તા.૧૬ ફે્બ્રુઆરી-૨૦૨૫ના રોજ સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ હતી. ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૪૭૮૩ મતદારો નોંધાયેલા હતા તે પૈકી કુલ ૨૨૮૦ મતદારોએ મતદાન કર્યું હતું.
તે સાથે ૪૭.૬૭ મતદાનની ટકાવારી નોંધાઇ છે. જિલ્લા પંચાયત (૧- આછોદ (તા.આમોદ) ) બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૩૨૪૯૮ મતદારો નોંધાયેલા હતા તે પૈકી કુલ ૧૬૨૮૧ મતદારોએ મતદાન કર્યું હતું. તે સાથે ૫૦.૧૦ મતદાનની ટકાવારી નોંધાઇ છે. જયારે હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૨૯૪૯ મતદારો નોધાયેલા તે પૈકી ૨૪૧૦ મતદારોએ મતદાન કર્યું છે અને ૮૧.૭૨ મતદાનની ટકાવારી નોંધાઇ છે.
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ની મતગણતરી - રૂમ ૦૭ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર કચેરી કાવી રોડ જંબુસર રહેશે. જિલ્લા પંચાયત (૧- આછોદ, તા.આમોદ)ની મતગણતરી સભાખંડ, મામલતદાર કચેરી આમોદ રહેશે. અને હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ )ની મતગણતરી સભાખંડ મામલતદાર કચેરી હાંસોટ રહેશે.
Latest Stories