ભરૂચ : ક્રેડાઇ ભરૂચ દ્વારા ત્રિદિવસીય “ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પો”નું આયોજન, વન મંત્રી મુકેશ પટેલના હસ્તે પ્રારંભ

ભરૂચ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે ત્રિદિવસીય ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો

New Update
  • ભરૂચના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ

  • ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરાયું

  • દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય એક્સ્પોનું આયોજન

  • રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે એક્સ્પોનો પ્રારંભ કરાયો

  • ભરૂચના વિકાસ માટે રાજ્ય મંત્રીએ તંત્રનું ધ્યાન દોર્યું

Advertisment

ભરૂચ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણરૂપે ક્રેડાઇ ભરૂચ દ્વારા ત્રિદિવસીય ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આજરોજ એક્સ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ભરૂચ જિલ્લામાં રહેણાંકની માગમાં વધારો નોંધાય રહ્યો છેત્યારે ભરૂચ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે તા. 22થી 24 ફેબ્રુઆરી-2025 દરમ્યાન ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી એક્સ્પોનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે ત્રિદિવસીય ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કેરીયલ એસ્ટેટ ક્ષેત્ર પરિવારોને જોડવાનું કામ કરી રહ્યું છે. એક્સ્પોમાં ઈકોફ્રેન્ડલી બાંધકામની નવી ટેકનોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. વધુમાં રાજ્યમંત્રીએ ભરૂચના વિકાસ માટે વહીવટી તંત્રને વધુ ધ્યાન આપવા માટે પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીવાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાઅંક્લેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલજિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાપૂર્વ ધારસભ્ય દુષ્યંત પટેલજિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત ક્રેડાઈ ભરૂચના પ્રેસિડેન્ટ નિષિધ અગ્રવાલચેરમેન રોહિત ચદ્દરવાલા સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories