ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટના આધારે છેતરપીંડી કરતા 2 આરોપીની કરી ધરપકડ

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર હાઇવે ઉપર ચેકીંગમા હતો

New Update
nkli note

ભરુચ એલસીબીએ અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી શંકાસ્પદ ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડીયાની નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા 

ભરુચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર હાઇવે ઉપર ચેકીંગમા હતો તે દરમિયાન અર્ટીગા ગાડી નંબર એચ.આર.26.બી.એસ.9555 આવતા પોલીસે તેને અટકાવી ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડીયાની બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હતા.પોલીસે આણંદના 100 રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો નઝીરભાઇ હુસેનભાઈ મલેક અને ધનસુખ ચીમનલાલ વૈધની પૂછપરછ કરતાં બંને ઇસમોએ કબુલાત કરી હતી કે અમે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમા લઇ તેઓને એક કા ડબલની સ્કીમ આપી તેમની પાસેના અસલ રૂપિયા લઇ તેમને બાળકોને રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપીંડી કરી છે.
અગાઉ આવી રીતે છેતરપીંડી કરવાના આશરે પાંચથી છ ગુનામાં પકડાયેલ હોવાની હકીકત પણ કબૂલાત કરી હતી પોલીસે બાળકોને રમવાના નોટોના બંડલ નંગ-૫૦ અને રોકડા 78 હજાર તેમજ ત્રણ ફોન સહિત ફોર વ્હીલ ગાડી મળી કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ નઝીર મલેક અંકલેશ્વર શહેર અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories