ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે દહેગામ નજીકથી ભંગારના ચોરીના જથ્થા સાથે 4 આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. આર.કે.ટોરાણીની ટીમ ખાનગી વાહનમાં ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન દહેગામ બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલર

New Update
bharucha

bharucha Photograph: (bharucha)

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. આર.કે.ટોરાણીની ટીમ ખાનગી વાહનમાં ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન દહેગામ બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલરની વાન ગાડી શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી ચેક કરતા ગાડીમાંથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.આ બાબતે વાનમાં સવાર 4 ઇસમોની પોલીસે પૂછપરછ કરતા તેઓએ આ ભંગારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે તેઓ પાસેથી ભંગાર,મોબાઈલ અને વાન મળી કુલ રૂપિયા 66,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે  અલાઉદ્દીન બસીર મલેક રહે, કોસાડ આવાસ એચ/૦૨-૧૪૦ રૂમ નંબર-૧૧ અમરોલી સુરત શહેર, મુબારખ હૈદરાઅલી પટેલ રહે, ચોક બજાર બાપુનગર બોડી વિસ્તાર સુરત શહેર, સલીમ અબદુલ્લા પટેલ રહે, સારદ સુલતાનગર જંબુસર તા-જંબુસર જી-ભરૂચ અને જાવીદ ઝુબેર મામલી રહે, કંથારીયા ટીપુ સુલતાન કોલોની ભરૂચ શહેરની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories