ભરૂચ: પાનોલી પોલીસ મથકના ગૌ માંસના ગુનામાં વોન્ટેડ પિતા પુત્રની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે.ટોરાણીની ટીમ ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન  બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશન

New Update
crime a

crime a

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે.ટોરાણીની ટીમ ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન  બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના ગૌ માંસના ગુનાના આરોપી એવા પિતા પુત્ર કંથારીયા ગામ ગરીબ નવાઝ કોલોનીમાં હાજર છે જે બાતમીના આધારે આરોપી આશીફ અબ્દુલ જોગીયાત ઉ.વ.રર રહે, મસ્જીદ ફળીયું આલુંજ ગામ તા- અંક્લેશ્વર જી- ભરૂચ અને અબ્દુલ સુલેમાન જોગીયાત ઉ.વ.૫૦ રહે, મસ્જીદ ફળીયું આલુંજ ગામ તા-અંક્લેશ્વર જી- ને કંથારીયા ગામ ગરીબ નવાઝ કોલોનીમાંથી ઝડપી પાડી  બી.એન.એસ.એસ. એક્ટની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી