ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરની વિદેશી દારૂના જથ્થા સાથે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર નમ નાઇટ પેટ્રોલિંગઆં હતા દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે ભરૂચ તથા આસપાસના જિલ્લાઓમાં વિદેશી

New Update
ank liqur
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર નમ નાઇટ પેટ્રોલિંગઆં હતા દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે ભરૂચ તથા આસપાસના જિલ્લાઓમાં વિદેશી દારૂના ગુનાઓમાં પકડાયેલ અને હાલ પાનોલી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો  લિસ્ટેડ બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો પરીખ ફોરવ્હીલ નંબર GJ 04 DN 5357માં વિદેશી દારૂ ભરી અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રીજ થઇ આવે છે જેથી એલ.સી.બી. ટીમ દ્વારા ભોલાવ બ્રીજ નીચે કોલેજ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો કે કાર ચાલકે ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી જ્યોતિનગર ટર્નિંગ નજીકથી કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી.પોલીસે કારમાં સવાર કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખ અને રોહન ઠાકોરની ધરપકડ કરી કારમાંથી રૂ.91,140નો વિદેશી દારૂનો જથ્થો  જપ્ત કર્યો હતો.પોલીસે કાર સહિત રૂપિયા 6.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને સી ડિવિઝન પોલીસને હવાલે કર્યા છે.
ઝડપાયેલ આરોપી જીગ્નેશ પરીખ સામે ભરૂચ,અંકલેશ્વર,સુરત,વડોદરા,અમદાવાદ અને નવસારી સહિતના વિવિધ પોલીસ મથકમાં પ્રોહીબિશનના 55 ગુના નોંધાયા છે જેથી પોલીસે તેની વિરુદ્ધ સંગઠીત ગુનાની એફ.આઈ.આર.કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories