ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે આમોદના આછોદ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા,3 જુગારીની ધરપકડ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા ૬૮.૪૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડયા જ્યારે 3 જુગારીઓને વોંટેડ જાહેર કર્યા

New Update
Bharuch Crime Branch

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર ડીવિઝન વિસ્તારમાં હોળી-ધુળેટીનો તહેવાર નિમિત્તે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન બાતમી મળી હતી કે આછોદ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં મોબાઈલ ટોર્ચના અજવાળે કેટલાક ઈસમો ભેગા થઈ પત્તાપાનાનો  જુગાર રમે છે જે મુજબની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા ૬૮.૪૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ મામલામાં પોલીસે યાકુબભાઇ એહમદભાઇ પટેલ રહેવાસી, ઝંપારીયા ફળીયુ આછોદ તા.આમોદ જિ.ભરૂચ, ઈમરાન અબ્દુલ્લાહ પટેલ રહેવાસી, પાદર ફળીયુ આછોદ ગામ તા.આમોદ જિ.ભરૂચ અને મોહસીન યુસુફ પટેલ રહેવાસી, પઠાનવાડી આછોદ ગામ તા.આમોદ જિ.ભરૂચની ધરપકડ કરી છે.

Latest Stories