New Update
/connect-gujarat/media/media_files/2025/08/07/pithor-village-2025-08-07-15-17-45.jpg)
ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના પીઠોર ગામની સીમમાં બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભરૂચ એલસીબીના પી.એસ.આઈ આર.કે.ટોરાણી,એ.એસ.આઈ ચંદ્રકાન્ત પટેલ,અશ્વિનભાઈ અને ધનંજય સિંહ ઝાલા સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડહેલી-પીઠોર થઈ મોરિયાણા તરફ જનાર છે.
જેવી બાતમીના આધારે પોલીસે પીઠોર ગામની સીમમાં વોચ ગોઠવી હતી.અને બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ઈશારો કરતા ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો.પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની 2292 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 6.77 લાખનો દારૂ અને 7 લાખની પીકઅપ ગાડી મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ગાડીના ચાલકનો વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories