ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગની થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાંથી રૂ.7.93 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ એલસીબીએ થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂનોનો જથ્થો મળી કુલ ૧૭.૯૩ લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો 

New Update
aa

ભરૂચ એલસીબીએ થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂનોનો જથ્થો મળી કુલ ૧૭.૯૩ લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો 

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એમ.એમ.રાઠોડ તેમજ એ.એસ.આઈ સંજયભાઇ,હેડ કોન્સ્ટેબલ જયરાજભાઇ,મનહરસિંહ,દિપકભાઇ નેત્રંગ પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન થવા ચેક પોસ્ટ નજીક મહારાષ્ટ્ર પાર્સીંગનું એક શંકાસ્પદ ટેન્કર જણાતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો જો કે ટેન્કર ચાલકે વાહન નહિ થોભાવી ભાગવા જતા પોલીસે તેનો પીછો કરતા ચાલક ટેન્કર થોડી દુર મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે ટેન્કરમાંથી વિદેશી દારૂની ૫૧૦૫ બોટલ મળી આવી હતી પોલીસે ૭.૯૩ લાખનો દારૂ અને ૧૦ લાખનું ટેન્કર મળી કુલ ૧૭.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Bharuch #Crime branch #caught #Foreign Liqour
Latest Stories