New Update
/connect-gujarat/media/media_files/2025/12/24/tera-tujko-arpan-abhiyan-2025-12-24-14-45-29.jpg)
ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ભરૂચ જિલ્લામાં ઓનલાઇન નાણાકીય ફ્રોડના ભોગ બનનાર અરજદારના નાણા પરત કરવાની આપેલ સુચનાને પગલે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.આર.ભરવાડ અને સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમ દ્વારા ભોગ બનેલ લોકો મારફતે કોર્ટમાં અરજી આપી કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા ફ્રોડમાં ગયેલ જેઓના નાંણા સમયસર રિફંડ કરવા માટે અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરવામાં આવી હતી.
જે કમ્પલેઇનમાં અરજદારોના કુલ 1.79 કરોડથી વધુની રકમ રાજય અને રાજય બહારની અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા. જે પૈકી કોર્ટ ભરૂચ દ્રારા ડીસેમ્બર 2025ની લોક અદાલત દરમિયાન ભોગ બનાર પૈકી કુલ મળી 21 અરજદારોને 93.39 લાખ રૂપિયા રીફંડ કરવા માટે કોર્ટ ઓર્ડર થયેલ છે.જેથી ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે તમામ 21 જેટલા લોકોના રૂપિયા પરત કર્યા હતા.
Latest Stories