ભરૂચ: CISFના 56માં સ્થાપના દિવસ નિમિત્તે નિકળેલ સાયકલ રેલીનું સ્વાગત કરાયુ, 75 સાયકલવીરો જોડાયા

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

New Update
  • સીઆઈએસએફ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • 56માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજન

  • સાયકલ રેલીનું આયોજન કરાયું

  • ભરૂચ જંબુસરમાં સ્વાગત કરાયુ

  • 75 સાયકલવીરો જોડાયા

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
CISFના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઇએસએફ દ્વારા સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ  ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી  સીઆઇએફના 125 કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે. જે 6,535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા સીઆઇએસએફના 75 કર્મચારીઓ જંબુસરના કારેલી ગામે પહોંચતા ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બાદ આજરોજ આ રેલી ભરૂચ ખાતે આવી પહોંચી હતી. ભરૂચમાં સીઆઈએસેફના જવાનોએ નર્મદા નદીના કિનારે સાફ સફાઈ કરી હતી. કચ્છથી લઈને કન્યાકુમારી સુધીના કોસ્ટલ વિસ્તારમાં આ રેલી ફરી રહી છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહી છે.સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ. પ્રતિહાર અને સીઆઈએસેફના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થ અને કબીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી,ભક્તોએ મેળવ્યા ગરુજીના આશીર્વાદ

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

New Update
  • અંકલેશ્વર ગુરુપૂર્ણિમાએ ભક્તિમય રંગમાં રંગાયું

  • ગુરુપૂર્ણિમાએ છલાક્યો ભક્તોનો ભક્તિરસ 

  • રામકુંડ તીર્થ,કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

  • ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

  • ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામકબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.,અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિરસ છલકાયો હતો.