ભરૂચ: તંત્રના જાહેરનામાના પગલે દહેજ બાયપાસ રોડ ખાલીખમ, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની...

New Update
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની હતી તો બીજી તરફ ડાયવર્ઝનના પગલે નબીપુર ચોકડી પર બે કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનું નિર્માણ થયું હતું.

વિકસતા જતા ભરૂચમાં દિનપ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી હતી.ખાસ કરીને દહેજ બાયપાસ રોડ પર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થતું હતું ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિકજામમાં ન ફસાઈ તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે બન્ને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર ન થતા સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ પર ગણ્યા ગાંઠિયા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર 

સુધી ટ્રાફિકજામના  દ્રશ્યો જોવા મળ્યા હતા.બોર્ડની પરીક્ષા સુધી એટલે કે તારીખ 17મી માર્ચ સુધી આ આ જાહેરનામું અમલમાં રહેશે.આ તરફ આ માર્ગ પર જ આવેલી ભોલાવ જીઆઇડીસીમાં જતા ભારે વાહનો અટવાયા હતા કારણ કે તેઓને નર્મદા ચોકડી પાસે રોકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા ભારે વાહનોને પસાર થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.