New Update
/connect-gujarat/media/media_files/2025/06/01/oLhOIHxqBW4ftyhP5FJz.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના મુજબ ભરૂચ જીલ્લાના અસામાજીક તત્વો વિરુધ્ધમાં સખત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલાએ દહેજ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા રાહુલ સુરેશભાઈ રાઠોડ ઉ.વ.-૨૫ ધંધો-મજુરી, રહેવાસી દહેજ, ટાવર ફળીયુ. તા.વાગરા વિરૂધ્ધમાં જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મોકલી હતી જે મંજુર થઈ જતા આરોપીની ધરપકડ કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપવમાં આવ્યો હતો.