/connect-gujarat/media/media_files/2025/12/19/dcm-shriram-ltd-2025-12-19-16-55-57.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વસાહત ખાતેની DCM શ્રીરામ લી.દ્વારા ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક સ્ટાફ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાતત્યપૂર્ણ વિકાસ અને એમ્પ્લોયી વેલ્યુ પ્રોપોઝિશન–બોન્ડ, બિલ્ડ અને બીકમ તરફ કંપની દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્લાન્ટ ખાતે ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક-એસી સ્ટાફ બસની શરૂઆત સાથે સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક સિદ્ધિ સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલ કંપનીની કર્મચારી સુખાકારી કેન્દ્રિત મજબૂત પ્રતિબદ્ધતાને પ્રસ્થાપિત કરવા ઉપરાંત સંસ્થાની એમ્પ્લોયી વેલ્યુ પ્રોપોઝિશન-બોન્ડ, બિલ્ડ અને બીકમને પ્રતિબિંબિત કરે છે. આ પ્રયાસ દ્વારા સુરક્ષિત, આરામપ્રદ અને જવાબદારીપૂર્ણ મુસાફરી સુલભ કરાવવાની સાથે કર્મચારીઓની સુરક્ષા, કલ્યાણ અને ગૌરવને પ્રાધાન્ય આપવામાં અગ્રેસરતા દર્શાવે છે.આ પહેલ થકી કર્મચારિઓમાં વિશ્વાસ, ગૌરવ અને જોડાણની ભાવના વધુ મજબૂત થશે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/19/dcm-shriram-ltd-2025-12-19-17-07-38.jpg)
કંપનીના ઝઘડિયા પ્લાન્ટ ખાતે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય શ્રીરામ દ્વારા વરિષ્ઠ નેતૃત્વની હાજરીમાં ઇલેક્ટ્રિક બસને ઔપચારિક રીતે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.ડીસીએમ શ્રીરામ કેમિકલ્સની આ પહેલ કર્મચારીઓ માટે વિશ્વસનીય મુસાફરી સુલભ કરવા ઉપરાંત કાર્બન ઉત્સર્જન ઓછું કરવા અને ઇવીપી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ પ્રસંગે આદિત્ય શ્રીરામ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક-એસી સ્ટાફ બસની શરૂઆત કર્મચારીઓની સુગમતા, ટકાઉ વિકાસ અને રાષ્ટ્રીય પર્યાવરણીય લક્ષ્યો પ્રત્યે ડીસીએમ શ્રીરામ કેમિકલ્સની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. દરેક કાર્યના કેન્દ્રમાં અમારા કર્મચારીઓની સુરક્ષા અને ગૌરવને ધ્યાને રાખી અમે આગળ વધી રહ્યા છીએ. આ સુરક્ષિત અને ટકાઉ મુસાફરી વ્યવસ્થાની શરૂઆત દરેક કર્મચારીને કંપની દ્વારા આપવામાં આવતા સાનુકૂળ અને વિકાસકીય વાતાવરણને વ્યાખ્યાયિત કરે છે.જેમાં જવાબદાર વિકાસ, નવીનતા અને સમુદાય ઉપર સકારાત્મક અસર સર્જવાની ભાવના સમાયેલ છે.