ભરૂચ: દિવાળીના તહેવારોના પગલે દુધના વેચાણમાં ઘટાડો !

દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.

New Update

ભરૂચમાં કાર્યરત છે દુધધારા ડેરી, દિવાળીના તહેવારોના પગલે દૂધના વેચાણ પર અસર, દુધના વેચાણમાં થયો ઘટાડો.

દિવાળીના તહેવારોના પગલે ભરૂચમાં દૂધના વેચાણ પર અસર જોવા મળી હતી.સામાન્ય દિવસો કરતા દૂધના વેચાણમાં 5,000 લિટરનો ઘટાડો નોંધાયો હતો. પ્રકાશના પર્વ દિવાળીની અદમ્ય ઉત્સાહ અને  ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.દિવાળીના તહેવારોમાં ઘણા લોકો બહાર હરવા ફરવા જતા હોય છે તો બીજી તરફ શ્રમિક વર્ગ પણ પોતાના વતન જતો હોય છે.
ત્યારે દૂધના વેચાણમાં પણ અસર જોવા મળી હતી.ભરૂચમાં કાર્યરત દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.દિવાળીના દિવસોમાં 1.25 લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું.
તો આ તરફ દૂધની વિવિધ પ્રોડક્ટના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.દિવાળીના દિવસો બાદ શ્રમિકો  પરત ફરતા આ વેચાણમાં ફરી વધારો જોવા મળશે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં દુધધારા ડેરીના 70 ડિસ્ટ્રીબ્યુટર અને 1500  રિટેલર પોઈન્ટર છે જ્યાંથી દૂધનું વેચાણ કરવામાં આવે છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.