ભરૂચ: દેત્રાલ ગામે રૂ.7 લાખના ખર્ચે આંગણવાડીના નવા મકાનનું નિર્માણ કરાયુ

ભરૂચના દેત્રાલ ગામે 7 લાખના ખર્ચે આંગણવાડીના નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આંગણવાડીના મકાનનું નવ નિર્માણ થતા બાળકો માટે નવીન સુવિધા ઉભી થઇ

New Update
  • ભરૂચના દેત્રાલ ગામે વિકાસ કાર્ય

  • આંગણવાડીના મકાનનું નિર્માણ

  • રૂ.7 લાખનો કરવામાં આવ્યો ખર્ચ

  • મામલતદારના હસ્તે લોકાર્પણ

ભરૂચના દેત્રાલ ગામે રૂ.7 લાખના ખર્ચે નિર્માણ પામેલ આંગણવાડીના નવા મકાનનું મામલતદારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ભરૂચના દેત્રાલ ગામે આજરોજ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડીનું લોકાર્પણ ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ નોફલ પટેલ અને તલાટી કમ મંત્રી મિલન પટેલ તથા આઈસીડીએસના તમામ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.રૂ. 7 લાખના ખર્ચે આંગણવાડીના નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આંગણવાડીના મકાનનું નવ નિર્માણ થતા બાળકો માટે નવીન સુવિધા ઉભી થઇ છે.
Latest Stories