ભરૂચ: હાંસોટના 22 ગામોમાં DGVCLનું મેગા વીજ ચેકીંગ, 53 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાતા રૂ.26.86 લાખનો દંડ ફટકારાયો

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 22 ગામોમાં વીજ ચેકીંગ હાથધરી કુલ રૂપિયા 26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો

New Update
  • દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાર્યવાહી

  • હાંસોટ તાલુકામાં મોટાપાયે વીજ ચેકીંગ

  • 22 ગામોમાં ચેકીંગ હાથ ધરાયુ

  • 53 કનેકશનોમાં વીજ ચોરી ઝડપાય

  • રૂ.26.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ ભરૂચના હાંસોટ તાલુકાના 22 ગામોમાં મોટા પાયે વીજ ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં રૂ.26.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ ભરૂચના હાંસોટ તાલુકામાં મોટા પાસે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 37 ટીમો દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ,સાહોલ,બાલોતા,ઓભા, આસરમા, પાંજરોલી સુણેવ અને અણીયાદરા સહિતના કુલ 22 ગામોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ 1973 વીજ કનેક્શન તપાસ્યા હતા જે પૈકી 53 કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી.દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કુલ રૂપિયા 26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકીંગ સમયે કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા વિવિધ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories