ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ ખીલી ઉઠી
ધોધ અને નદી નાળા જીવંત થયા
નેત્રંગ નજીકના ધારીયા ધોધનો નયનરમ્ય નજારો
દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે
આહલાદક આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા
નર્મદા અને કરજણ સહીત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના નેત્રંગમાં ઘાણીખૂટ ગામ નજીક આવેલ ધારીયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે.
એક અહીં આખું કુદરતી સૌંદ્રય છે તો બીજુ ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અહીં ગમે ત્યારે ફ્લેશ ફ્લડ ત્રાટકી જવાનો ભય રહે છે.ભરૂચમાં આવેલ ઘાણીખૂટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું એક અગ્રણી કેન્દ્ર છે.ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે. વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભર માંથી લોકો આવતા હોય છે.આ ધોધના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગે છે જે તેની સુંદરતાને અનેક ગણી બેવડાવે છે.