ભરૂચ: ટ્રાયબલ વિસ્તારમાં માર્ગોની બિસ્માર હાલત, સમારકામની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર

ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલા ડામર રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું

author-image
By Connect Gujarat
New Update

ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલા ડામર રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું

ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે. ભરૂચ જિલ્લાની 90 ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે. લિગ્નાઇટ કોલસો સિલિકા નાઈટ સાદી રેતી, બ્લેક ટ્રેપ કોરિસ પોઇલ, વિગેરે ખનીજ આ તાલુકામાં મળી આવે છે. આ ખનીજો હાઇવા ટ્રક મારફતે અન્ય વિસ્તારોમાં જાય છે. વજનદાર વાહનો પસાર થવાના કારણે ટ્રાયબલ વિસ્તારના મોટા ભાગના માર્ગો બિસ્માર બન્યા છે.
આ વિસ્તારમાંથી નિકળતા ખનિજથી કરોડો રૂપિયાની આવક થાય છે ત્યારે તેમાંથી મળતી રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% ડી એમ એફ ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી 10% બીએફએમ પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી જેના પગલે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે અને માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરાવવાની માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: કલરવ સંસ્થાનો દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ,તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે

New Update
  • કલરવ સ્કૂલનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ બાળકોને બનાવે છે આત્મનિર્ભર

  • તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

  • રક્ષાબંધન પર્વ નિમત્તે બનાવે છે રાખડી

  • દિવ્યાંગ બાળકો બન્યા સ્વાવલંબી

ભરૂચ શહેરની કલરવ સ્કૂલ દ્વારા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અને બાળકો તહેવારોને અનુરૂપ વસ્તુઓ બનાવી સ્વાવલંબી બની રહયા છે.

ભરૂચ શહેરની કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે. બાળકોને દિવાળીના કોડિયાફાઈલ અને હેન્ડમેડ આઈટમ્સ સહિતની વસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે,અને વસ્તુઓના વેચાણ થકી આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

તાજેતરમાં સંસ્થાએ ફુલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવા મશીન પણ વસાવ્યું છેજેના કારણે બાળકો જાતે વસ્તુઓનું ઉત્પાદન કરી વ્યાવસાયિક દિશામાં આગળ વધી શકે છે. સંસ્થાના સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલી હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.