ભરૂચમાં આવેલી છે શાળા
વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળાનો વિવાદ
શિક્ષકો અને એડમીન વચ્ચે વિવાદ
એડમીન મનસ્વી રીતે વર્તન કરતા હોવાના આક્ષેપ
શાળા સંચાલકોએ કર્યો પોતાનો સ્વબચાવ
ભરૂચમાં વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમીન વચ્ચે વિવાદ જોવા મળ્યો છે.શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચમાં આવેલી વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા મામલો વિવાદિત બન્યો હતો. શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે. તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે.જેમને શિક્ષણ વિષયક કોઈ અનુભવ નથી. આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી.
આ તરફ શાળાના એડમિને જણાવ્યુ હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે. જોકે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોઇ આ વિવાદ ઉભો થયો છે.