ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે બદલી, જાણો કોણ છે ભરૂચના નવા કલેક્ટર..!

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની પણ બદલી કરવામાં આવી છે, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુ. કમિશનર બનાવવામાં આવ્યા છે

author-image
By Connect Gujarat Desk
New Update
Transfer Order

ગુજરાત સરકાર દ્વારાIAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી છેજેમાં અધિકારીઓની બદલીની માહિતી આપવામાં આવી છે.

રાજ્ય સરકારે તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંગળના ચેરમેન બનાવ્યા છે. પહેલા ગૌણ સેવાનો વધારાનો ચાર્જIAS અધિકારી કમલ દાયાણી પાસે હતો. હવે સરકારે આ પદ પર તુષાર ધોળકિયાની વરણી કરી છે.

Transfer Order

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની પણ બદલી કરવામાં આવી છેજ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુ. કમિશનર બનાવવામાં આવ્યા છેજ્યારે ડી.પી.દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદ ઔડાના સીઈઓ બનાવવામાં આવ્યા છે. 

તુષાર સુમેરા વર્તમાનમાં ભરૂચના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતાહવે તેમને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છેજ્યારે ગાંધીનગર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરોના મેનેજિંગ ડિરેક્ટરIAS ગૌરાંગ એસ. મકવાણાની બદલી કરી તેઓને ભરૂચના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

Gaurang Makwana

ભરૂચના નવા કલેક્ટર ગૌરાંગ મકવાણા: