ભરૂચ: ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

ભરૂચમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા આયોજન ભવનની કચેરી ખાતે યોજાઈ હતી.

New Update
સંકલન અને ફરિયાદ નિવારણ
ભરૂચમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા આયોજન ભવનની કચેરી ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

જેમાં મુખ્યત્વે આવાસના પ્લોટની ફાળવણી, સફાઇ અને ગંદકી દુર કરવા, રોડ-રસ્તા સહિતા કામોમાં ગુણવત્તા જાળવવા, ભરૂચ શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિ ઉપર વિગતે ચર્ચા કરી શહેર અને જિલ્લામાં સરકારી જમીન અને રોડ રસ્તા ઉપર થતા દબાણો દૂર કરવા અધિકારીઓને મેગા ડીમોલેશન અભિયાના હાથ ધરવા કડક આદેશ અપાયા હતા.
જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, રેલ્વે વિભાગ, વન વિભાગ, પ્રાંત અધિકારીશ્રીની કચેરીને લગતાં મહેસૂલી પ્રશ્રો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), લગતા પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.  
     
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,  રિતેશ વસાવા, શ્રી ડી. કે. સ્વામી અને  જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories