New Update
/connect-gujarat/media/media_files/2025/05/08/N9WssEJCsnwOz9sT7QwZ.jpeg)
ભરૂચ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક દિશા કમિટીના અધ્યક્ષ અને સંસદસભ્ય મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને ભરૂચ આયોજન કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ સમતોલ વિકાસ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશભાઇ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.