ભરૂચ: 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપારડી ખાતે કરાશે, આયોજન અંગે યોજાય બેઠક

વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની આયોજન અને અમલવારી સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ

New Update
World Tribal Day
આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના પી.ડબલ્યુ.ડી ગ્રાઉન્ડ,રાજપારડી ,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ દિવસે આદિજાતિ વિસ્તારમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી, કલાકાર, રમતવીરો, આદિજાતિ ખેડૂતોનું સન્માન, જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું. 
Latest Stories