New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ
તપોવન ગુરુકુળ વિદ્યાલય ખાતે કરાયુ આયોજન
90 વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં લીધો ભાગ
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો તપોવન ગુરૂકુળ વિદ્યાલય ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ડી.એ.સી. તેમજ તપોવન ગુરુકુળ સ્કુલ ઝાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 3 SVS માંથી 45 કૃતિ સાથે 41 શાળાના 45 શિક્ષકો અને 90 છાત્રોએ ભાગ લીધો છે.જેનું નિરીક્ષણ 10 નિષ્ણાતો કરશે.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફેમીનાના પ્રમુખ સમીના ગુંદરવાલા,જીલ્લા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કન્વીનર જાગૃતિ પંડયા,દિનેશ પંડ્યા તેમજ ડી.એસ.સી.ના ચેરમેન કીર્તિ જોશી,ડી.આઈ.ઈ.ટી.પ્રાચાર્ય રેખાબેન સેંજલિયા અને વિજ્ઞાન સલાહકાર પી.બી.સંઘવી,એન.સી.એસ.સી.કો-ઓર્ ડીનેટર ડો.નીલેશ ઉપાધ્યાય સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories