ભરૂચ:જિલ્લા પંચાયતનું રૂ.15.46 કરોડની પૂરાંતવાળુ બજેટ મંજુર, શિક્ષણ વિભાગ માટે રૂ.4 કરોડની રકમ ફાળવાય

ભરૂચ જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી.જેમાં વર્ષ 2025-26 માટે રૂ.15.46 કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

New Update
  • ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી

  • વર્ષ 2025- 26નું બજેટ રજૂ કરાયુ

  • રૂ.15.46 કરોડની પૂરાંતવાળું બજેટ મંજુર

  • શિક્ષણ વિભાગ માટે રૂ.4 કરોડ ફાળવાયા

  • એક દેશ એક ચૂંટણીનો ઠરાવ પસાર કરાયો

ભરૂચ જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી.જેમાં વર્ષ 2025-26 માટે રૂ.15.46 કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.તો એક દેશ એક ચૂંટણીને સમર્થનનો ઠરાવ પણ પસાર કરાયો હતો
ભરૂચ જિલ્લા પંચાયતના  સભાખંડ ખાતે બજેટલક્ષી સમાન્ય સભા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં વિવિધ 10 મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વર્ષ 2024-25નું સુધારેલ તેમજ વર્ષ 2025-26નું  રૂ.15.46 કરોડના પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
સભાની શરૂઆતમાં હાલની પેટા ચૂંટણીમાં આછોદ  બેઠક પરથી વિજેતા થયેલ મેલાભાઈ વસાવાનું સ્વાગત કરી આવકાર આપવા માં આવ્યો હતો.વર્ષ 2025 -26ના બજેટમાં અંદાજિત રૂ.15,46,78,387ના પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું .જેમાં આરોગ્ય ક્ષેત્રે 2.25, કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તો ખેતીવાડી  ક્ષેત્રે 1.02 કરોડની શિક્ષણ ક્ષેત્રે રૂ.4,09 કરોડ આ ઉપરાંત સિંચાઈ, સમાજ કલ્યાણ,શિક્ષણ વિગેરે માટે પણ ગત વર્ષની તુલનામાં વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક  બજેટ છે જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો  આવરી લેવામાં આવ્યા છે.સામાન્ય સભામાં એક દેશ એક ચૂંટણીના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.              
બાઈટ
Latest Stories