New Update
ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજનના સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના આદિજાતિ વિકાસ મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત સદર બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫નાં આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના નવ તાલુકાઓમાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન ૯૬ ટકામાં રૂા. ૧૮૬૭.૫૧ જોગવાઈ સામે રૂપિયા ૧૯૨૪.૬૩ લાખના કુલ ૫૨૬ કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી. કે સ્વામી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એન. આર.ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories