New Update
/connect-gujarat/media/media_files/2025/07/24/bharuch-swagat-program-2025-07-24-18-43-47.jpeg)
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ૩૦ પ્રશ્રોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો જ્યારે અન્ય તપાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું.જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.