ભરૂચ: એ ડિવિઝન પોલીસે બરહાનપુરા વિસ્તારમાંથી કુંટણખાનુ ઝડપી પાડ્યુ

ભરૂચ એ ડિવિઝન પોલીસે બરહાનપુરા વિસ્તારમાં આવેલ કોહીનુર ગેસ સર્વિસ સ્ટેશન પાછળથી એક ઘરમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું

New Update
acsd

ભરૂચ એ ડિવિઝન પોલીસે બરહાનપુરા વિસ્તારમાં આવેલ કોહીનુર ગેસ સર્વિસ સ્ટેશન પાછળથી એક ઘરમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું

ભરૂચ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બરહાનપુરા વિસ્તારમાં આવેલ કોહીનુર સર્વિસ સ્ટેશન પાછળ રહેતી લલીતા વસાવા પોતાના ઘરમાં બહારથી યુવતીઓ બોલાવી સેક્સ રેકેટ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે મહિલા પોલીસ અને સ્ટાફ સાથે ડમી ગ્રાહકને  રૂપિયા 500 આપી ડમી ગ્રાહકને તૈયાર કર્યો હતો અને ડમી ગ્રાહકને મોકલી આપ્યો હતો ડમી ગ્રાહકે મીસ કોલ કરતા પોલીસે દરોડા પાડ્યા હતા જેમા પોલીસે અન્ય ગ્રાહક તેમજ લલાલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા અને ગ્રાહકને પકડી કુલ 11 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
Latest Stories