ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.